ઈરાનના બંદર અબ્બાસમાં પ્રચંડ વિસ્ફોટ, 115 લોકો ઘાયલ,

Explosion in Iran Port City of Bandar Abbas: ઈરાનના બંદર શહેર બંદર અબ્બાસમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. રાજાઈ બંદર પર કન્ટેનરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઓછામાં ઓછા 115 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ પણ વાંચો: CSKની હાર પછી અભિનેત્રી શ્રુતિ હાસન રોવા લાગી, વીડિયો થયો વાયરલ

કેટલાક લોકો ઘાયલ થયા
એક પ્રચંડ વિસ્ફોટ બાદ ભયાનક આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 115 લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધુમાડો છે. ઈરાનનું સૌથી મોટું બંદર આ છે. જે પર્સિયન ગલ્ફના ઉત્તરી કિનારે આવેલું છે. અહીંથી વિશ્વભરમાં વિવિધ વસ્તુઓની નિકાસ અને આયાત કરવામાં આવે છે. ઈરાનની કરોડરજ્જુ છે આ બંદર.