July 2, 2024

સેમીફાઈનલમાં હાર્યા બાદ પણ Afghanistan Cricket Teamને મળશે આટલા કરોડ

Afghanistan Cricket Team: અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટથી હારી ગઈ છે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ના હતા. T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. ટીમ ભલે મેચ જીતી નહીં પરંતુ પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતવામાં તે સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની ટીમ ભલે હારી ગઈ હોય પરંતુ એમ છતાં કરોડો રુપિયા મળશે. આવો જાણીએ કેટલા મળશે ટીમને પૈસા.

કરોડો રૂપિયા મળશે
આ વખતે ICC T20 વર્લ્ડ કપ માટે કુલ 11.25 મિલિયન ડોલરની ઈનામી રકમનું ફાળવવામાં આવશે. જેમાં સેમિફાઇનલમાં હારનાર ટીમને 6.55 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સાથે ફાઈનલ અને સેમીફાઈનલ મેચ સિવાય દરેક મેચ જીતવા બદલ 25.9 લાખ રૂપિયા આપવામાં આવશે. અફઘાનની ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ છે. જેના કારણે તેને 6.55 કરોડ રુપિયા આપવામાં આવશે. તેની સાથે સેમિફાઇનલ સુધીમાં તેણે 5 મેચ જીતી છે. આ રીતે અફઘાનિસ્તાનને T20 વર્લ્ડ કપમાં કુલ 7.84 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે બે વર્ષ જૂનો બદલો લેવાની તક

વધુ મહેનત કરવી પડશે
રાશિદ ખાને અફઘાનિસ્તાન ટીમની હાર બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે આ હાર અમારી ટીમ માટે ખૂબ જ મુશ્કેલ છે. તેમણે એમ પણ કહ્યું કે T20 ક્રિકેટની ખાસિયત એ છે કે તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આફ્રિકાની ટીમના વખાણ કરતા તેમણે કહ્યું કે આફ્રિકાની ટીમે ઘણી સારી બોલિંગ કરી હતી.મુજીબની વાત કરતા તેમણે કહ્યું કે મુજીબનીઈજાએ અમને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. મોહમ્મદ નબીએ શાનદાર બોલિંગ કરી હતી.