ઝારખંડના બોકારોમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 6 નક્સલીઓને ઠાર માર્યા

Jharkhand: ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે મળીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સોમવારે (21 એપ્રિલ) વહેલી સવારે સુરક્ષા દળોએ લાલપાનિયાના લુગુ ટેકરીઓમાં એક એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓને ઠાર માર્યા. આ કાર્યવાહીમાં સામેલ પોલીસ કર્મચારીઓએ સ્થળ પરથી એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી હતી.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “નક્સલવાદીઓ સાથેની એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. શોધખોળ કામગીરી સાથે વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે.”
Jharkhand | The Central Reserve Police Force, in a joint operation with state police, neutralised four naxals in an exchange of fire this morning in Lugu hills under Lalpania area of Jharkhand's Bokaro district. The troops have recovered one SLR and one INSAS rifle. No injury to…
— ANI (@ANI) April 21, 2025
12 એપ્રિલના રોજ એક સૈનિકનું મૃત્યુ થયું હતું
ઝારખંડના ચૈબાસામાં 12 એપ્રિલના રોજ IED વિસ્ફોટમાં ઝારખંડ જગુઆર ફોર્સના એક સૈનિકનું મોત થયું હતું. ચૈબાસા વિસ્ફોટની ઘટનામાં એક CRPF જવાન ઘાયલ થયો હતો. આ પહેલા ઝારખંડના ઝારાઈકેલામાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન બે સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઝારાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને સારવાર માટે રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીનો કહેર, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી?