કઠુઆ બાદ હવે રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ, 1 આતંકવાદીને ઠાર

Rajouri Encounter: જમ્મુ-કાશ્મીરના કઠુઆ બાદ હવે રવિવારે રાજોરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, જેના પગલે સુરક્ષા દળો દ્વારા રાજૌરીના થાનામંડી પોલીસ સ્ટેશન હેઠળના મનાઈલ ગલીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓ તરફથી ગોળીબાર શરૂ થયો, જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો. આ પછી વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

બીજી તરફ, કઠુઆ જિલ્લાના એક દૂરના ગામમાં ચાલી રહેલા ઓપરેશનમાં રવિવારે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આજે બપોરે બિલવરના કોહાગ મંડલી વિસ્તારમાં એન્કાઉન્ટર સ્થળ પરથી આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.