December 22, 2024

છત્તીસગઢમાં મતદાન પહેલાં એન્કાઉન્ટર, 18 નક્સલીઓને ઠાર માર્યા

અમદાવાદ: દેશમાં 19 એપ્રિલના રોજ પહેલા તબ્બકાનું મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટરની ઘટના બની છે. પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે છોટે બેથિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટરની ઘટના બની છે. ઘાયલ જવાનોને જંગલમાંથી કાઢવા માટે વધુ ટુકડીઓને મોકલવામાં આવી છે. માહિતી અનુસાર, નક્સલી કમાંડર શંકર રાવને એન્કાઉન્ટરની શંકા હતા. અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહો મળ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં ઓટોમેટિર રાઈફલ પણ મળી આવી છે.

BSFની ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર ગઈ હતી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છોટે બેથિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં ગોળીબાર શરૂ થયો. એ સમયે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે, ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

રાજ્યના 14 જિલ્લામાં નક્સલવાદીઓનો દબદબો
છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છત્તીસગઢના 14 જિલ્લાઓ – બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે. આંકડાઓ અનુસાર, છત્તીસગઢમાં છેલ્લા ઘણા દિવસોથી નક્સલી હુમલામાં ઘટાડો થઈ રહ્યો નથી. જો જોવામાં આવે તો રાજ્યમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણસોથી વધુ નક્સલવાદી હુમલાઓ થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ 45 જવાનો શહીદ થાય છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: BJPની 12મી યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ

એક વર્ષમાં 300થી વધુ નક્સલવાદી હુમલા
ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્સલી હુમલાના આંકડા રજૂ કર્યા હતા. આ મુજબ 2022માં રાજ્યમાં 305 નક્સલવાદી હુમલા થયા હતા. અગાઉ, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી 2023 સુધી (માત્ર બે મહિનામાં) છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 7 જવાન શહીદ થયા હતા. આંકડાઓ અનુસાર, 2013 થી 2022 વચ્ચેના 10 વર્ષમાં છત્તીસગઢમાં 3 હજાર 447 નક્સલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં 418 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.

પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે
તમને જણાવી દઈએ કે કાંકેરમાં 29મી એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં જ મતદાન થવાનું છે. છત્તીસગઢમાં રાયપુર અને જગદલપુર વચ્ચે સ્થિત કાંકેર લોકસભા મતવિસ્તારમાં 8 વિધાનસભા બેઠકો છે, જેમાંથી છ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વિધાનસભા બેઠકોમાં ગુંદરદેહી, સંજરી બલોદ, સિહાવા (ST), ડોંડી લોહારા (ST), અંતાગઢ (ST), ભાનુપ્રતાપપુર (ST), કાંકેર (ST) અને કેશકલ (ST)નો સમાવેશ થાય છે. મૂળ બસ્તર જિલ્લાનો ભાગ, કાંકેર 1998માં અલગ જિલ્લો બન્યો.