July 2, 2024

ખોપડીમાં ટેકનોલોજી, જેવું વિચારશો એવું કામ થશે

ન્યુરાલિંકે તેના માનવીય ટ્રાયલ એટલે કે મનુષ્યો પર ટ્રાયલ માટે વર્ષ 2023માં મનુષ્યો પર ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. આ સમયે તેઓ પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં સફળ રહ્યા હતા. મે 2023 માં, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન – એફડીએ માનવ પરીક્ષણો માટે ન્યુરાલિંકને મંજૂરી આપી છે. વિશ્વના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ઇલોન મસ્કની કંપની ન્યુરાલિંકે પ્રથમ વખત માનવીના મગજમાં ચિપનું પ્રત્યારોપણ કર્યું છે. ઇલોન મસ્ક પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

ચિપ થકી દરેક કાર્ય
શું તમે ટર્મિનેટર મૂવી જોઈ છે? આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે માનવ મગજમાં લગાવેલી ચિપના કારણે દરેક કાર્ય કરી શકાય છે જેના માટે આપણું શરીર સક્ષમ નથી. ઈલોન મસ્કની કંપનીએ પણ એ જાદુ કરી બતાવ્યો છે. એલોન મસ્ક બિઝનેસમેન જે હંમેશા ટ્રેન્ડમાં રહે છે. થોડા સમય પહેલા, તેણે ટ્વિટર પણ ખરીદ્યું હતું અને ટ્વિટિંગ બર્ડને X નામ આપી દીધું હતું. 2016માં સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી ન્યુરાલિંકે હવે અજાયબી કરીને બતાવી છે. કોઈએ કરી બતાવ્યું નહીં તે આ કંપનીએ કરી બતાવ્યું છે.

આ ચિપમાં શું છે?
ન્યુરાલિંક ચિપની સાઈઝ સિક્કા જેટલી છે. ચીપની અંદર ઘણા નાના વાયર છે. આ વાયરની સાઈઝ માનવ વાળ કરતાં 20 ગણી પાતળી છે. આ વાયરો મગજની દરેક હિલચાલ પર નજર રાખશે. તમને જણાવી દઈએ કે ચિપમાં એકત્રિત કરવામાં આવેલ ડેટા કોમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ ભવિષ્યના સંશોધનમાં ઉપયોગ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ચિપનું પરીક્ષણ પહેલા પ્રાણીઓ ઉપર કરવામાં આવ્યું હતું. આફ્રિકન વાંદરા પર પરીક્ષણ કરાયું હતું. જેનો વીડિયો પણ ન્યુરાલિંકે તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. તો બીજી બાજૂ આ કંપની પર આરોપ લગાવામાં આવ્યો છે કે 2018 થી તેની મગજ ચિપના અજમાયશ માટે 1500 થી વધુ પ્રાણીઓની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાચો: આ બજેટ નોકરીયાત વર્ગ માટે નહીં લાવે ખુશ ખબર…

ઇલોન મસ્કની ન્યુરાલિંક વિશે
ઇલોન મસ્કએ વર્ષ 2016માં ન્યુરાલિંક નામનું સ્ટાર્ટઅપ શરૂઆત કરવામાં આવી હતી. આ કંપની બ્રેઈન ચિપ ઈન્ટરફેસ બનાવવાનું કામ કરી રહી છે. જેમાં આ માનવ મગજમાં પ્રત્યારોપણ પણ કરી શકાય છે. ચિપની મદદથી, ન્યુરો સિગ્નલ કમ્પ્યુટર અથવા ફોનમાં ટ્રાન્સમિટ કરી શકાય તેવી રીતે બનાવામાં આવી છે. ફિલ્મોમાં બતાવવામાં આવતી કલ્પનાએ હવે વાસ્તવિકતાનું રૂપ લઈ લીધું છે. ત્યારે હવે તેના પરિણામ શુ આવે છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે.

આ પણ વાચો: Budget 2024: મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ સત્ર આજથી શરૂ