June 28, 2024

IPL 2024: 9 વર્ષ પછી RCB-RR વચ્ચે રમાશે એલિમિનેટર મેચ

IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે બુધવારે રમાશે. 9 વર્ષ પહેલા બંને ટીમ આમને સામને આવી હતી. હવે ફરી બંને ટીમો 9 વર્ષ પછી એલિમિનેટર મેચમાં આમને-સામને થશે.

મેચમાં સામસામે ટકરાશે
ક્વોલિફાયર-1 સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમો વચ્ચે રમાશે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સની ટીમો એલિમિનેટર મેચમાં સામસામે ટકરાશે. IPLમાં આ બીજી મેચ હશે જ્યારે આ બંને ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. વર્ષ 2015માં બંને ટીમ એલિમિનેટર મેચમાં ટકરાય હતી. આ સમયે આ લડાઈ એકતરફી રહી હતી.

વર્ષ 2015માં આવી રહી મેચ
બેંગ્લોરની ટીમ સતત 6 મેચ જીતી હતી. જેના કારણે તે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બીજી બાજૂ રાજસ્થાનની ટીમની શરૂઆત ખુબ જ સારી રહી હતી. પરંતુ છેલ્લી 5 મેચમાં 1 પણ જીત મળી નથી. જેના કારણે બેંગ્લોરની ટીમ એલિમિનેટર મેચમાં પોતાની ગતિ જાળવી રાખવા માંગશે. વર્ષ 2015માં આ બંને ટીમ વચ્ચે મેચમાં બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ત્યાર બાદ તેણે 4 વિકેટથી 180 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમે તેના જવાબમાં 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: RCB પ્લેઓફમાં પહોંચ્યું તો ભાગેડુ વિજય માલ્યાએ કરી ઉજવણી

IPL 2024 પ્લેઓફ શેડ્યૂલ
ક્વોલિફાયર-1: કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ 21 મે, અમદાવાદમાં રમાશે. એલિમિનેટર ટીમની વાત કરવામાં આવે તો આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 22 મેના અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર 2: ક્વોલિફાયર 1 હારનાર વિ એલિમિનેટર વિજેતા, 24 મે, ચેન્નાઈમાં મેચ રમશે. ફાઈનલ – એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, 26 મેના રમાશે.