December 23, 2024

સુરતમાં ઈદે મિલાદનુ મુખ્ય જુલુસ નહીં નીકળે, ગણેશ વિસર્જન દરમિયાન રહેશે ચાંપતો બંદોબસ્ત

સુરત: સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગત રવિવારે ગણેશ મંડપ ઉપર પથ્થર ફેંકવાની ઘટના બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા પોલીસ અધિકારીઓ સાથે હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા. આ દરમિયાન આગામી સોમવારના રોજ ઈદનું જુલુસ અને મંગળવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે યોજાયેલી હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગમાં પોલીસની અપીલને માન આપી મુસ્લિમ સમાજે ભાગળથી નીકળતું ઈદનું જુલુસ રદ કર્યું છે.

જોકે જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકશે પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે. આમ આગામી 16મી તારીખે સુરતમાં ઇદે મિલાદનુ મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે. શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓ અને હિન્દુ-મુસ્લિમ આગેવાનો દ્વારા બંન્ને ત્યોહારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તમને જણાવી દઈએ કે, આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન છે અને શહેરમાં અલગ અલગ 12 સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. શહેરમાં 80 હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ત્યાં જ જુલુસ અને વિસર્જનમા ચુસ્ત બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા ગોઠવાશે. જેમાં 15000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમા રહેશે અને 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે.

આ પણ વાંચો: હિન્દુ યુવતી પર થતા અત્યાચાર! ખુલી ગયો મોહમ્મદ શાહબાઝની કાળી કરતૂતનો કાળો ચિઠ્ઠો

બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત રહેશે. 4 SOG ટીમ, 7 ક્વીક રીસ્પોન્સ ટીમ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 3000 CCTV કેમેરાથી નજર, 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાવવામાં આવશે. ત્યાં જ 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે.