EDએ સોનિયા અને રાહુલ ગાંધી પર ચાર્જશીટ ફાઇલ કરી, અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ: નેશનલ હેરાલ્ડ કેસને લઈ ED દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ચાર્જશીટ ફાઇલ કરી છે. ચાર્જશીટ ફાઈલ કરતા અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની મુલાકાત બાદ ગુજરાતમાં કોંગ્રેસ આક્રમક મૂળમાં જોવા મળી રહી છે.

અમદાવાદ સ્થિત ઇડી ઓફિસ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિરોધમાં હાજર રહ્યા હતા. વિરોધ કરતા તમામ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કેટલાક કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.