AAPની માન્યતા પર ખતરો, કેજરીવાલ સામે EDએ કરી આ મોટી કાર્યવાહી
નવી દિલ્હીઃ કથિત લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયા, સંજય સિંહ પછી અરવિંદ કેજરીવાલ જ નહીં આખી આમ આદમી પાર્ટીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કથિત લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી સામે કેસમાં ઇડીએ આમ આદમી પાર્ટીની તુલના એક કંપની સાથે કરી છે, જ્યારે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને તેના સીઇઓ ગણાવ્યા છે.
ઇડીએ શુક્રવારે કેજરીવાલના રિમાન્ડની માગણી કરતા સ્પેશિયલ કોર્ટમાં કહ્યુ કે, ‘આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મની લોન્ડ્રિંગનો ગુનો આચર્યો છે અને તેથી પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કલમ 70 અંતર્ગત કેસ નોંધાય છે.’ પીએમએલએની આ કલમ કંપનીઓ સંબંધિત કેસમાં લગાવવામાં આવે છે. એજન્સીનું કહેવું છે કે, કંપનીનો મતલબ કોઈપણ કોર્પોરેટ, ફર્મ કે એવી કોઈપણ વ્યક્તિના સમૂહવાળા સંગઠન સાથે છે.
આ પણ વાંચોઃ કિંગખાને સ્ટેડિયમમાં કર્યું ખુલ્લેઆમ ‘સ્મોકિંગ’, વીડિયો વાયરલ
ઇડીએ કહ્યુ કે, ‘અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની મોટાભાગની કામગીરી સંભાળે છે. તેઓ સંસ્થાપક સભ્ય છે અને નીતિ નિર્માણમાં સામેલ છે. તેઓ લાંચની માગણીમાં પણ સામેલ છે. પીએમએલએ અંતર્ગત ગુનાના સમયે કંપની જો કે, આમ આદમી પાર્ટી છે અને તેના પ્રભારી કામકાજ માટે જવાબદાર છે.’ એજન્સીનું કહેવું છે કે, લિકર પોલિસી અંતર્ગત મળેલી રકમનો ઉપયોગ પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કર્યો હતો. એજન્સીનો દાવો છે કે, 45 કરોડ રૂપિયાનો હવાલો ગોવામાં પ્રચાર માટે મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ફાગણી પૂનમે શામળાજીમાં શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
એજન્સીનું કહેવું છે કે, આ રીતે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી બંને પર પીએમએલની કલમ-70 અંતર્ગત ગુનો નોંધવામાં આવે છે. આ પહેલીવાર છે, જ્યારે પીએમએલએ કેસમાં કોઈ રાજનૈતિક દળને સામેલ હોવાની વાત જણાવવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, ઇડીની હાલની માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટી માટે મોટું સંકટ ઉત્પન્ન થઈ શકે છે. પાર્ટીની ઓફિસને જપ્ત કરવામાં આવશે. જો કે, ઇડી તરફથી લગાવવામાં આવેલા આક્ષેપ સાચા નીવડ્યા તો ચૂંટણી આયોગ તરફથી પાર્ટીની માન્યતા રદ્દ કરવામાં આવી શકે છે. જો કે, અત્યાર સુધીમાં ઇડીએ આમ આદમી પાર્ટી સામે કેસ કર્યો નથી. પાર્ટીના ભવિષ્યનો ફેંસલો હવે કોર્ટના હાથમાં રહેશે.