બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, પૂર્વ કચ્છ પોલીસે 6 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી

Kutch: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે. આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 20 થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. 2019ના પુલવામા હુમલા પછી આ હુમલાને કાશ્મીર ખીણમાં સૌથી ઘાતક આતંકવાદી હુમલો માનવામાં આવે છે. જે બાદ ભારતમાં ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પૂર્વ-કચ્છ ગાાંધીધામ પોલીસ એક્શન મોડમાં છે. પૂર્વ-કચ્છ ગાાંધીધામ પોલીસે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહલગામ હુમલા બાદ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પૂર્વ-કચ્છ ગાાંધીધામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ પોલીસે બનાવટી આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ધરાવનારા બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પરત મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ભારતીય નૌકાદળે ફરી એકવાર શક્તિ બતાવી, એન્ટી-શિપ ફાયરિંગનો વીડિયો જોઈ પાકિસ્તાન ડરી જશે