ઇન્ડોનેશિયામાં મોડી રાતે ભૂકંપ, 5.9ની તીવ્રતાના આંચકા અનુભવાયા

Earthquake: વહેલી સવારે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી. આ ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. પરંતુ આટલી તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ટર્નેટ શહેરથી 161 કિલોમીટર ભૂગર્ભમાં જોવા મળ્યું હતું. ભૂકંપ મોડી રાતે લગભગ 2:33 વાગ્યે આવ્યો. ભૂકંપ આવતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
તમને જણાવી દઈએ કે 5 દિવસ પહેલા મ્યાનમારમાં આવેલા લગભગ 8 ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ મચાવ્યો હતો. ત્યારથી ભૂકંપના આંચકા સતત આવી રહ્યા છે. મંગળવાર, 1 એપ્રિલના રોજ બે ભૂકંપ આવ્યા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 અને 4.7 હતી. આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે માલમત્તાનું નુકસાન થયું નથી. મ્યાનમાર સરકારે પણ તેના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર બુધવાર 2 એપ્રિલના રોજ મ્યાનમારમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 હતી. આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
આ પણ વાંચો: ‘મુસ્લિમોના અધિકારો છીનવી લેવાનું હથિયાર’, રાહુલ ગાંધીએ વક્ફ બિલનો કર્યો જોરદાર વિરોધ
ભૂકંપના આંચકાથી જાપાનની ધરા ધ્રુજી
તમને જણાવી દઈએ કે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપથી થયેલા મૃત્યુ અને વિનાશના દ્રશ્યોમાંથી લોકો હજુ બહાર આવ્યા નહોતા, ત્યારે જાપાનની ધરા ભૂકંપથી હચમચી ગઈ હતી, જ્યાં એક સમયે ભયંકર સુનામીએ ભારે વિનાશ મચાવ્યો હતો. 2 એપ્રિલની સાંજે જાપાનના ક્યુશુ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતાનો એક પ્રચંડ ભૂકંપ આવ્યો.