ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ, આંદામાન અને નિકોબારમાં 5.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

Earthquake: આજે નિકોબાર ટાપુઓમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. બંગાળની ખાડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી.
ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું. બંને ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. પરંતુ ભૂકંપને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની પુષ્ટિ કરી છે અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ડાયમંડ એસોસિયાનોની CMને રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં બે વાર ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જિલ્લાના રાપર વિસ્તારથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં જોવા મળ્યું હતું. અગાઉ કચ્છમાં પણ 2.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.