લાહૌલના સ્પીતિમાં ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા
લાહૌલ : હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂગર્ભમાં તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી. NCSના જણાવ્યા અનુસાર, બપોરે 1:11 વાગ્યે બે વાર આંચકા અનુભવાયા હતા. આ ધ્રુજારીના આંચકા અનુભવતા લોકો તાત્કાલિક ઘરની બહાર આવી ગયા હતા.
જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે લાહૌલ સ્પીતિ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવે છે. આ કારણે અહીં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
EQ of M: 3.4, On: 23/06/2024 01:10:55 IST, Lat: 32.63 N, Long: 77.72 E, Depth: 10 Km, Location: Lahaul And Spiti, Himachal Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/C4L2L9ZvFQ— National Center for Seismology (@NCS_Earthquake) June 22, 2024
એક મહિના પહેલા પણ ભૂકંપ આવ્યો હતો
એક મહિના પહેલા પણ હિમાચલ પ્રદેશના કન્નુર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. જમીનની અંદર તેની ઊંડાઈ 19 કિમી હતી. જો કે ઘણા લોકો તેનો અહેસાસ કરી શક્યા નથી.
EQ of M: 3.6, On: 21/06/2024 09:04:19 IST, Lat: 21.77 N, Long: 76.53 E, Depth: 10 Km, Location: Khandwa, Madhya Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/dpphWOF2s1— National Center for Seismology (@NCS_Earthquake) June 21, 2024
મધ્યપ્રદેશના ખંડવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ પહેલા 21 જૂનની સવારે મધ્યપ્રદેશના ખંડવામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી અંદર હતું. અહીં લોકોએ સવારે 9.05 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.