ગોધરામાં ઇ-ધરાના નાયબ મામલતદાર 1 લાખની લાંચ લેતા ઝડપાયા, ACBની સફળ ટ્રેપ

પંચમહાલ: ગોધરા પ્રાંત અધિકારીની ઓફિસની ઈ-ધરા શાખામાં ACBએ નાયબ મામલતદાર અને પ્રાંત ઓફિસના પટાવાળા લાંચ લેતા ઝડપાયા હતા. ACBએ 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા.
જમીનમાં ભાગીદારના વધારાના નામો કમી કરવા માટે મામલતદાર કચેરીના ઈ-ધરા શાખામાં કાચી નોંધ પાડવા મામલે લાંચ માગી હતી. 2.5 લાખની માંગણી સામે એક લાખ આપવાનું નક્કી કરાયું હતું. નાયબ મામલતદારના કહેવા પ્રમાણે ઓફિસના પટાવાળાએ રકમ સ્વીકારતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. બંને આરોપીઓની ACBએ ધરપકડ કરી છે.
આરોપી:-
- મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા (ઉ.વ.34 નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્ય, હાલ પ્રતિનીયુક્તીથી પ્રાંત કચેરી ગોધરા ખાતે.
- ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ (ઉવ.30 આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી, આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ હાલ રહે. ગદુકપુર તા.ગોધરા જી.પંચમહાલ.