રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દ્વારકાધીશના કર્યા દર્શન
Mukesh Ambani: દ્વારકાના નાથના દર્શન કરવા લોકો દેશની સાથે વિદેશમાંથી પણ આવતા હોય છે. ત્યારે રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના દર્શને આવ્યા હતા.
આ પણ વાંચો: લેટરકાંડઃ પાયલ ગોટીના જામીન મંજૂર, ઈજ્જતના ભોગે દીકરી આખરે મુક્ત
મુકેશ અંબાણીના પરિવારે કર્યા દ્વારકાના નાથના દર્શન
દ્વારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે. દરેક નાતના લોકોને કૃષ્ણ પર ભરોસો અને વિશ્વાસ છે. તેમના મંદિરે માથું ટેકવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારકાધીશના દર્શને આવ્યા હતા.