January 14, 2025

ઓખામાં ત્રણ દિવસમાં 25 કરોડની કિંમતની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા

Dwarka Demolition: દ્વારકાના ઓખામાં ધાર્મિક સ્થળો પર તંત્રએ તવાઈ બોલાવી દીધી છે. Gmb પાસેની અઢી કરોડની કિંમતની જમીન પર બનેલા ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યા છે. ત્રણ દિવસના અંતે 25 કરોડની કિંમતની જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગોને વધુ સુવિધાયુક્ત બનાવવા 294 કરોડ રૂપિયાની આપી મંજૂરી

ગેરકાયદેસર દબાણો દૂર
ઓખામાં ત્રણ ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં કુલ 180 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 1 હજાર પોલીસ કર્મીઓ અને એસ.આર.પી જવાનો મેગા ડીમોલેશન કમગીરીમાં ખડેપગે છે. હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ઓખા બેટ દ્વારકામાં ચાલુ રહેશે.