દિલ્હી સરકારના કર્મચારીઓની ડ્યુટીનો સમય બદલાયો, LGએ આપ્યો મોટો આદેશ

Delhi Government Office Time: દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓના ડ્યુટીના સમયમાં ફેરફાર કર્યો છે. દિલ્હી સરકારના અધિકારીઓ જે પહેલા સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી કામ કરતા હતા, તેઓ હવે સવારે 9:30 વાગ્યે ઓફિસ પહોંચશે અને સાંજે 6 વાગ્યે નીકળી જશે.

કોર્પોરેશનના કર્મચારીઓ માટે સમય શું હશે?
કોર્પોરેશનના અધિકારીઓ જેઓ સવારે 8:30 થી સાંજના 5 વાગ્યા સુધી ફરજ બજાવતા હતા, હવે તે 9 વાગ્યે ફરજ પર આવશે અને 5:30 વાગ્યે જશે. દિલ્હીના LG એ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થવાને કારણે આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં લાંબા સમયથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીના તત્કાલિન સીએમ આતિશીએ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઓફિસનો સમય બદલી નાખ્યો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રસ્તા પર ટ્રાફિક ઓછો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીએમ આતિશીએ એમસીડી કર્મચારીઓના કામકાજનો સમય સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા સુધી, કેન્દ્ર સરકારની કચેરીઓનો સમય સવારે 9 થી સાંજે 5:30 વાગ્યા સુધી અને દિલ્હી સરકારના કર્મચારીઓના કાર્યાલયનો સમય સવારે 10 થી સાંજે 6:30 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.