સાવરકુંડલામાં ઝડપાઈ ડમી વિદ્યાર્થિની, નાની બહેનને ટાઈફોઈડ થતા મોટી બહેને આપી પરીક્ષા

Amreli: રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલા જે.વી.મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થિની ઝડપાઈ છે. ધોરણ-10ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાતા બન્ને બહેનો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે ગણિતના પેપર દરમિયાન ડમી વિધાર્થિનીની ઘટના સામે આવી હતી. જોકે, તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, નાની બહેનને ટાઈફોઈડ થયો હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ હતી. આ મામલે હાલ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: કચ્છના અંજારમાં માતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો, 50 વર્ષના નરાધમ પુત્રએ 80 વર્ષની માતા પર આચર્યું દુષ્કર્મ