June 30, 2024

અમદાવાદથી 5.30 લાખના નશીલા દ્રવ્યો સાથે ડ્રગ પેડલરની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ પેડલર ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશથી ટ્રેનમાં ડ્રગ્સ લઈને અમદાવાદ વેચવા આવતા આરોપીને SOG ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી SOG ક્રાઇમે 5.30 લાખનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. કોણ છે આ ડ્રગ્સ પેડલર. જોઈએ આ અહેવાલ.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગજનફર ઉર્ફે શાલુ ખાન છે. જે અમદાવાદના નારોલમાં 53 ગ્રામ MD ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા SOG ક્રાઇમે ઝડપી લીધો છે. આરોપી ગજનફર નારોલ વિસ્તારમાં શિવ એસ્ટેટ નજીક ડ્રગ્સની ડિલિવરી આપવા આવ્યો હતો. SOG ક્રાઇમે બાતમીના આધારે રેડ કરીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથે ઝડપી લીધો હતો. આરોપી મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લઈને નારોલમાં ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યો હતો. . SOG ક્રાઇમે આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ગજનફર ખાન મૂળ મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે. ડ્રગ્સના નશાનો એડિક એવા આરોપીએ નશો કરવા માટે ડ્રગ્સ પેડલર બન્યો. અને મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ હેરાફેરી કરવા આવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ 3 વખત ટીપ મારી છે. ટ્રેન અને ટ્રાવેલ્સમાં ડ્રગ્સનો જથ્થો લઈને હેરાફેરી કરવા આવતો હતો. અને ડ્રગ્સનું વેચાણ કરતા અમદાવાદના ડ્રગ્સ પેડલરને ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતો હતો. SOG ક્રાઇમે મધ્યપ્રદેશથી અમદાવાદ ના ડ્રગ્સનું નેટવર્ક ઝડપીને ડ્રગ્સ માફિયા અને અમદાવાદના ડ્રગ્સ પેડલરોની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતમાં એન્ટી ડ્રગ્સ કેમ્પઇનની શરૂઆત કર્યા બાદ SOG ક્રાઇમે મધ્યપ્રદેશથી ડ્રગ્સનું નેટવર્ક ઝડપી લીધું છે. આ ડ્રગ્સ પેડલરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અમદાવાદ અને મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરોના નામ ખુલતા તેમની શોધખોળ શરૂ કરી છે.