ચંડોળામાં ચાલતો હતો ડ્રગ્સનું મોટું કાર્ટેલ અને દેહવ્યાપારનો ધંધો, જમાતે અલ મુઝાહિદ્દીનના આતંકીઓનો કનેક્શન

અમદાવાદ: ચંડોળા તળાવ ડિમોલેશનને લઈ JCP શરદ સિંગલએ પત્રકાર પરિષદ યોજી હતી. ચંડોળા તળાવમાં 2022માં ATS દ્વારા અલકાયદાનો આતંકવાદી ઝડપાયો હતો. હાલમાં NIA તપાસ કરી રહી છે, અહીં ડ્રગ્સના કેસ થયેલા છે. જમાતે અલ મુઝાહિદ્દીનના આતંકી જેલમાંથી છૂટીને અહીંના સંપર્કમાં છે. તેમજ ડ્ર્ગ્સનું મોટું કાર્ટેલ અહીંથી ઓપરેટ થતું હતું. તેઓ ગીચ જગ્યા હોવાથી લોકોની મદદથી બચી જતા હતા.

ચંડોળા તળાવ વિસ્તારમાં દેહવ્યાપાર પણ અહીં મોટા પ્રમાણમાં ચાલતું હતું. ગત વર્ષે બે બાળકી મળી હતી. લાલા બિહારીને ત્યાં અનેક AC રૂમ હતા. CM અને HMની સૂચના હતી કે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે. 25 તારીખે હાઈલેવલ મિટિંગ કરાઈ હતી અને સર્જિકલ સ્ટ્રિાઈક કરવામાં આવે તેવું નક્કી કરાયું હતું. 26 તારીખે રેડ કરીને અનેક લોકોને ઝડપ્યા હતા. જેમાં 150 લોકો બાંગ્લાદેશના હોવાનું સામે આવ્યું છે. 980 પૈકી જેની પાસે ડોક્યુમેટ હતા તેમને છોડી મૂકવામાં આવ્યા છે. જેની પાસે પુરાવા નથી તેને અટક કરવામાં આવી છે. લાલા બિહારીના છોકરાને ઝડપી લેવામાં આવ્યો છે.

ચંડોળા તળાવ ડિમોલેશનની કામગીરી માટે 49 JCB અને અનેક ટીમ તૈનાત કરાઈ હતી. સમગ્ર શહેરની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ હતી. JCPથી લઈને DCP સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી રહેવાની જગ્યા ન મળે તે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. તેમજ હજુ 2 દિવસ સુધી ડિમોલેશનની કામગિરી ચાલશે. 50000 સ્ક્વેર મીટર સુધીના વિસ્તાર પૈકી 60% કામગીરી પૂર્ણ થઈ છે. આ જમીન શ્રી સરકારની હતી અને AMC દેખરેખ રાખે છે કે એના પર દબાણ ન થાય. જે લોકો ખોટા ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા તેમને છોડવામાં નહીં આવે.