December 24, 2024

DRDO વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન; હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા

DRDO Scientist: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, DRDOના પ્રખ્યાત વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANIએ DRDOના અધિકારીને ટાંકીને જણાવ્યું કે રામ નારાયણ અગ્રવાલનું ગુરુવારે હૈદરાબાદમાં 84 વર્ષની વયે અવસાન થયું.

DRDO અનુસાર, તેમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્નિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર પણ હતા. તેઓ અગ્નિ મેન તરીકે પણ જાણીતા હતા.