ભારતમાં મતદાન પર આપણે 21 મિલિયન ડોલર ખર્ચવાની શું જરૂર હતી?: ડોનાલ્ડ ટ્રમ્પ

America: ભારતમાં મતદાન વધારવા માટે અમેરિકાના ભંડોળ રોકવાના નિર્ણય પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે આપણે 20 મિલિયન ડોલર ખર્ચવાની શા માટે જરૂર છે?
ફ્લોરિડાના મિયામીમાં FII પ્રાયોરિટી સમિટને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે, આપણે ભારતમાં આટલા પૈસા કેમ ખર્ચવા પડે છે? મતદાન વધારવા માટે વીસ મિલિયન ડોલર? મને લાગે છે કે તેઓ (બાઇડન વહીવટીતંત્ર) ભારતમાં બીજા કોઈને જીતતા જોવા માંગતા હતા. આપણે આ અંગે ભારત સરકાર સાથે વાત કરવી પડશે.
#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, "… Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government… This is a total… pic.twitter.com/oxmk6268oW
— ANI (@ANI) February 20, 2025
તમને જણાવી દઈએ કે અગાઉ ટ્રમ્પે DOGE ના 20 મિલિયન ડોલરના યુએસ ફંડિંગને રોકવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, આપણે ભારતને 20 મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેના વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા?
આ પણ વાંચો: ગુજરાતમાંથી શિયાળાની વિદાયની શરૂઆત, હવામાન વિભાગની નવી આગાહી
તમને જણાવી દઈએ કે 16 ફેબ્રુઆરીએ, એલન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી. જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ $20 મિલિયનના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.