September 19, 2024

એલન મસ્ક સાથે ટ્રમ્પનો ઇન્ટરવ્યૂ, પુતીન-જિનપિંગના બે મોઢે વખાણ કર્યાં!

Donald Trump Elon Musk Interview

Donald Trump Elon Musk Interview: યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એલન મસ્કને ઈન્ટરવ્યૂ આપ્યો છે. એલન મસ્ક સાથેની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિંગ વિશે વાત કરી હતી. જો બાઇડને ખુલ્લેઆમ મનભરીને સંભળાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ તેમના દેશને પ્રેમ કરે છે. આ એક અલગ પ્રકારનો પ્રેમ છે. અમેરિકાને તેમની સાથે કામ કરવા માટે એક મજબૂત રાષ્ટ્રપતિની જરૂર છે. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો બાઇડનના કારણે જ ચીન, રશિયા અને ઉત્તર કોરિયા એકસાથે આવ્યા છે.

‘ચીન-રશિયા સાથે વ્યવહાર કરવા મજબૂત રાષ્ટ્રપતિની જરૂર’
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે ‘તે ગેમમાં અવ્વલ છે’ અને અમેરિકાને તેમની સાથે વ્યવહાર કરવા માટે એક મજબૂત રાષ્ટ્રપતિની જરૂર છે . તેઓ તેમના દેશને પ્રેમ કરે છે, આ પ્રેમનું એક અલગ સ્વરૂપ છે. ટ્રમ્પે દાવો કર્યો કે, ‘મારું વ્લાદિમીર પુતિન સાથે ખૂબ જ સારું બનતું હતું અને તેમણે મારું સન્માન કર્યું. અમે યુક્રેન વિશે વાત કરી. યુક્રેન તેની આંખનો તારો હતું, પરંતુ મેં તેમને કહ્યું કે યુક્રેન પર હુમલો ન કરો.’

આ પણ વાંચોઃ ‘બાંગ્લાદેશની વચગાળાની સરકારે માગી માફી, કહ્યું- ‘હિંદુઓની રક્ષા ન કરી શક્યા’

‘ટ્રમ્પે બાઇડનને ખૂબ ઠપકો આપ્યો’
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનને ‘સ્લીપી જો’ કહીને ટોણો માર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ ન હોત તો રશિયા ક્યારેય યુક્રેન પર હુમલો ન કરી શક્યું હોત. ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સાથે તેમના સારા સંબંધો છે. તેમણે તેનું પ્રખ્યાત ‘રોકેટ મેન’ ટ્વીટ યાદ કરાવ્યું હતું. તેમણે કિમ જોંગ ઉનને કહ્યું કે તેનું ‘મોટું લાલ બટન’ ઉત્તર કોરિયાના નેતા કરતા વધુ સારું કામ કરે છે. હકીકતમાં અહીં ટ્રમ્પ વોશિંગ્ટન અને પ્યોંગયાંગના પરમાણુ હથિયારોની તુલના કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ પશ્ચિમ એશિયામાં તણાવ, અમેરિકાએ સબમરીન મોકલ્યું; ઇઝરાયલે કહ્યું – ખાન યુનિસ ખાલી કરો

ઇન્ટરવ્યૂમાં વિલંબ કેમ થયો?
અગાઉ ટેક્નિકલ ખામીઓને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનો એલન મસ્ક સાથેનો ઇન્ટરવ્યૂ 40 મિનિટથી વધુ મોડો શરૂ થયો હતો. એલન મસ્ક આ માટે DDoS હુમલાને જવાબદાર ગણાવે છે. DDoS હુમલો એ સાયબર હુમલાનો એક પ્રકાર છે, જેમાં સર્વર અથવા નેટવર્ક ટ્રાફિકથી ભરેલું હોય છે, જેથી કરીને તેને બંધ કરી શકાય. જો કે, તેમના દાવાની પુષ્ટિ થઈ નથી.