October 5, 2024

તમારા વાળને સાચે શેમ્પુ અને કંડીશનરની જરૂર છે?

Hair Tips: શેમ્પુ કર્યા પછી મોટા ભાગના લોકો કંડીશનર લગાવે છે. કંડીશનર લગાવવાથી વાળ વધારે હેલ્દી અને સાઈની રહે છે. તો કેટલાક લોકો શેમ્પુ બાદ કંડીશનર નથી લગાવતા. એવા લોકોના વાળ જલ્દી જ મોસ્ચ્યુરાઈઝર ખોઈ નાખે છે. જેના કારણે તેમના વાળ તેમના વાળ સુકા અને બેજાન દેખાવા લાગે છે. વાળને હેલ્દી રાખવા માટે કંડીશનર કરવું ખુબ જ જરૂરી છે. તો આજકાલ સોશિયલ મીડિયામાં રિવર્સ શેમ્પુની રીત ખુબ જ ચલણમાં છે. તો ચાલો જાણીએ એ કેટલું ફાયદાકારક છે…

શું છે રિવર્સ શેમ્પુની રીત?
રિવર્સ શેમ્પુ હેયર વોશ એ એવી રીત છે જેમાં લોકો પહેલા કંડીશનર લગાવશે એ બાદ શેમ્પુથી વોશ કરવામાં આવે છે. નોર્મલ રીતે આપણે પહેલા શેમ્પુથી માથું ધોઈએ છીએ. એ બાદ કંડીશનર લગાવીને 5 મિનિટ રહેવા દઈએ છીએ. એ બાદ ફરી સાદા પાણીથી માથું ધોઈ નાખીએ છીએ, પરંતુ જો હવે રિવર્સ શેમ્પુની વાત કરીએ તો તેમાં આ બધી પ્રોસેસ એકદમ ઊંધી કરવાની હોય છે. તેમાં પહેલા કંડીશનલ લગાવી પાણીથી ધોયા બાદ શેમ્પુ કરવામાં આવે છે. એ પછી ફરી તેને સાદા પાણીએ ધોવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છેકે. આમ ઉલ્ટી રીતના કારણે વાળ વધારે સારા અને હેલ્દી રહે છે.

વાળ મોસ્ચ્યુરાઈઝ રહે
મોટા ભાગના શેમ્પુમાં એવા કેમિકલ હોય છે. જેના ઉપયોગથી તમારા વાળ ડ્રાઈ થઈ જાય છે. જ્યારે તમે સેમ્પુ બાદ કંડીશનર લગાવો છો તો તમારા વાળે વધારે સિલ્કી અને હેલ્દી બને છે.

વાળની ચમક બનેલી રહે
હંમેશા શેમ્પુ કર્યા બાદ કંડીશનર લગાડવાથી વાળ લાંબા સમય સુધી હેલ્દી બને છે. કંડીશનર એક રીતે પ્રોટીન આપવાનું કામ કરે છે. જેનાથી આપણા વાળની ચમક સારી રહે છે. આ સાથે જ શેમ્પુ કરતા સમયે કેટલાક વાળ ખરાબ થઈ જાય છે. તેને કંડીશનરની મદદથી સારા કરી શકો છો.

સ્કેલ માટે ફાયદામંદ
માત્ર શેમ્પુ લગાડવાથી તમને ક્યારે પણ ફાયદો થતો નથી. આથી તમારે શેમ્પુ બાદ કંડીશનર જરૂરથી લગાડવું જોઈએ. શેમ્પુમાં રહેલા કેમિકલ્સના કારણે સ્કેલ્પમાં ખંજવાળ, ઇરિટેશન અને ખોડાની સમસ્યા રહેતી નતી. કંડીશનર લગાડવાથી તમે આ સમસ્યાથી બચી શકો છો.