સાણંદમાં ઓલોપેથીક પ્રેક્ટિસ કરતાં ડોક્ટરનું દવાખાનું સીલ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
Sanand: રાજ્યમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે હવે સાણંદ તાલુકાના મોરૈયા ગામે ઓલોપેથીક પ્રેક્ટિસ કરતાં BHMS ડોકટરનું દવાખાનું સીલ કરવામાં આવ્યું છે. CDHO શૈલેષ પરમાર દ્વારા સાણંદ તાલુકાના મોરૈયા ગામે ઓલોપેથિકની પ્રેક્ટિસ કરતાં ચિરાગ અગ્રવાલ નામના ડોકટરનું દવાખાનું સીલ કરાયું છે. BHMS ડિગ્રી ધરાવનાર ડોક્ટર ચિરાગ અગ્રવાલ દ્વારા દર્દીઓને બોટલો ઇન્જેક્શન અને ઓલોપેથીક દવા આપવામાં આવતી હતી.
મળતી માહિતી અનુસાર BHMS ડિગ્રી ધરાવનાર ડોક્ટર ચિરાગ અગ્રવાલ દ્વારા દર્દીઓને બોટલો ઇન્જેક્શન અને ઓલોપેથીક દવા આપવામાં આવતી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમારને આની જાણકારી મળતાં મોરૈયા ફાટક પાસેથી ચિરાગ અગ્રવાલ નામના અગ્રવાલ ક્લિનિકને સીલ કરાયું. સાથે ચાંગોદર પોલીસને પણ આની જાણકારી CDHO દ્વારા કરાઈ છે. CDHO દ્વારા ક્લિનિક સિલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં નાસભાગ, અત્યાર સુધી 6 લોકોના મોત 40થી વધુ ઘાયલ