News 360
Breaking News

શ્રીરામની અયોધ્યાના આ બે નામ વિશે જાણો છો?

આજે દેશના તમામ લોકોના મોઢા પર રામનું નામ છે. આ રામની નગરી એટલે કે અયોધ્યા. આપણી અયોધ્યા પૌરાણિક કાળથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. આપણા વેદોમાં અયોધ્યાને ‘ઈશ્વરની નગરી’ અને ‘સાકેત’ જેવા નામોથી ઓળખાતી હતી. આ નગરીમાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ

16 જાન્યુઆરીથી જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો શુભારંભ થઈ ચૂક્યો છે. વડાપ્રધાન દ્વારા અનુષ્ઠાન શરુ કરી દેવામાં આવ્યા છે. ભગવાન રામની મૂર્તિ પણ ગર્ભગૃહમાં આવી ગઈ છે. એક રીતે કહીએ તો પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ એકદમ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે. 22 જાન્યુઆરીના દેશ વિદેશની અનેક મહેમાનો અયોધ્યામાં ઉપસ્થિત રહેશે. જેના માટે અનેક મહાનુભવોને આમંત્રણ પણ પહોંચાડી દેવામાં આવ્યા છે. આપણા પુરાણોમાં અયોધ્યા

આપણા વેદો અને પુરાણોમાં દેશની અનેક જગ્યાઓના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પુરાણો અનુસાર દેશાં 16 મહાજન પદો એટલે કે શાસકો હતા. જેમાં સૌથી શક્તિશાળી મહાજન પદ એટલે મગધ. આજ મહાજન પદોમાંથી એક હતું સાકેત જે આજનું અયોધ્યા છે. મોટા ભાગના લોકોને જાણ નહીં હોય કે અયોધ્યાને ‘ઈશ્વરની નગરી’ કે ‘સાકેત’ના નામથી ઓળખવામાં આવતું હતું. આ અયોધ્યા સરયુ નદીના પૂર્વ કિનારે આવેલું છે. જેની સ્થાપના મનુ રાજાએ કરી હતી તેવો ઉલ્લેખ રામાયણમાંથી મળે છે.અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો?

જો તમે અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો તો ફેબ્રૂઆરી પછીનો કોઈ પણ સમય તમે વિચારી શકો છો. તમે બસ, ટ્રેન અને હવે ફ્લાઇટથી પણ સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો. આ ટ્રિપમાં તમે કનક ભવન, હનુમાન ગઢી, સીતા કી રસોઈ અને સ્વર્ગના દ્વારની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે સરયુ નદીના કિનારે આવેલા ભગવાન રામના બીજા મંદિરો અને તુલસી સ્મારક ભવન, રામ કથા પાર્ક જેવી જગ્યાઓ ફરી શકો છો. આ તમામ જગ્યાએ ફરવા માટે તમે ટુ-વ્હિલક અથવા તો સ્થાનિક રીક્ષાવાળાઓની મદદ લઈ શકો છો. આ ઉપરાંત અયોધ્યાના લાડૂ ખાવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાંના લાડુ સ્વાદ ખુબ જ અલગ છે. આથી તેના ખાવા વગર તો આ ટ્રિપ અધુરી છે. આ સાથે જ તમે અહિં આલુ ચાટ, દહિં ચાટ, રબડી અને છોલેભટૂકે ટ્રાય કરી શકો છો.