November 25, 2024

દિવાળીમાં ફરવા જવાનો વિચાર હોય તો રાજસ્થાની આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

Rajasthan Best Visiting Places: દિવાળીના સમયમાં દરેક જગ્યાએ રજા હોય છે. ત્યારે પહેલો સવાલ થાય કે આ રજાઓમાં ફરવા કંયા જશું. ઘણી બધી જગ્યાઓ છે પરંતુ તેમાંથી પણ બેસ્ટ જગ્યાએ જવું હોય એટલે આપણે Google પર સર્ચ કરવા લાગતા હોઈએ છીએ. આજે અમે તમારા માટે રાજસ્થાનના બેસ્ટ સ્થળ વિશે જણાવીશું જે તમે આ દિવાળીના વેકેશનમાં જઈ શકો છો.

બાંસવાડા
રાજસ્થાનમાં ફરવા માટેના સ્થળોની વાત કરવામાં આવે તો ઘણી જગ્યાઓ છે. તેમાં પણ બાંસવાડામાં અલગ નજારો જોવા મળે છે. 100 ટાપુઓના શહેર તરીકે જાણીતું આ સ્થળ ભીડથી દૂર અને સુંદરતાથી ભરેલું સાથે જોવા મળે છે. આ સ્થળ ઉપર જઈને તમે આનંદ ચોક્કસ મળશે.

કુંભલગઢ
રાજસ્થાનની સુંદરતાને નજીકથી જોવા માટે કુંભલગઢ ચોક્કસ જવું જોઈએ. તમે અહિંયા બાદલ મહેલી મુલાકાત લઈ શકો છો. રાણકપુર જૈન મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો: દિવાળીમાં ફરવા જવાનો પ્લાન હોય તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

માઉન્ટ આબુ
માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જે હમેંશા પ્રવાસીઓથી ધમધમતું રહે છે. ખાસ કરીને ગુજરાતીઓ આ સ્થળની મુલાકાત લેતા રહેતા હોય છે. નક્કી તળાવ, અચલગઢ કિલ્લો, ટોડ રોક એવી જગ્યાઓ જ્યાં તમે ફરી શકો છો. કોઈ પણ તહેવાર હોય મોટા ભાગના ગુજરાતીઓ માટે પહેલો ઓપ્શન માઉન્ટ આબુ રહે છે.

ઉદયપુર
તળાવોના શહેર તરીકે ઉદયપુર પ્રખ્યાત જોવા મળે છે. અરવલ્લીની પહાડીઓ જાણે હરિયાળીની ચાદરથી ઢંકાયેલી જોવા મળી રહી હતી. જે જ્યાં જવાથી એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. સહેલી કી બારી અહીં ચોક્કસ જોવા જેવી છે. આ સાથે બાયોલોજિકલ પાર્ક અને સજ્જનગઢ પેલેસની મુલાકાત પણ લઈ શકો છો. દિવાળીના સમયમાં તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.