નવી દિલ્હી સ્ટેશન પર નાસભાગ બાદ ડિવિઝનલ રેલવે મેનેજરની બદલી, 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા

Delhi Divisional Railway Manager transferred: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયાના 2 અઠવાડિયા બાદ દિલ્હી ડિવિઝન રેલ્વે મેનેજરની બદલી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરીની રાત્રે થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત બાદ, અધિકારીઓએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક સુરક્ષા પગલાં લાગુ કર્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફૂટ ઓવરબ્રિજ પર કોઈપણ માન્ય કારણ વગર ફરવા પર સખત પ્રતિબંધ છે. આ નિયમનો અમલ કરવા અને મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ગૂંગળામણને કારણે લોકોના મોત થયા હતા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘રેલવેની જાહેરાત સાંભળ્યા બાદ મુસાફરોએ પ્લેટફોર્મ 12-13 અને 14-15 પરથી ફૂટ ઓવર બ્રિજ (FOB) 2 અને 3 દ્વારા સીડીઓ ચઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મગધ એક્સપ્રેસ, ઉત્તર સંપર્ક ક્રાંતિ અને પ્રયાગરાજ એક્સપ્રેસના મુસાફરો સીડી પરથી ઉતરી રહ્યા હતા. ધક્કામુક્કી વચ્ચે, કેટલાક મુસાફરો લપસી ગયા અને સીડી પર પડી ગયા અને ઘાયલ થયા; અને બીજા મુસાફરો સીડીઓ ઉપર ચઢવા લાગ્યા.જેના કારણે ગૂંગળામણના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હતા.
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ઘણા મહત્વપૂર્ણ ફેરફારો
15 ફેબ્રુઆરીની રાત્રે નાસભાગમાં 18 લોકોના મૃત્યુ બાદ, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના અધિકારીઓએ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક સુરક્ષા પગલાં લાગુ કર્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, કોઈપણ માન્ય કારણ વગર ફૂટઓવરબ્રિજ પર ફરવા પર સખત પ્રતિબંધ છે. આ નિયમનો અમલ કરવા અને મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.