News 360
December 24, 2024
Breaking News

આજથી લોકસભામાં બંધારણ પર બે દિવસીય થશે ચર્ચા

Lok Sabha: આજથી બે દિવસ સુધી બંધારણ પર ચર્ચા કરવામાં આવશે. રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ચર્ચાનો જવાબ આપશે. આ ચર્ચામાં ભાજપના 12 થી 15 નેતાઓ ભાગ લેશે.

આ પણ વાંચો: સંસદ ભવન પર હુમલાના 23 વર્ષ પૂર્ણ, PM મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત
કોંગ્રેસને બંધારણ દિવસ પર ચર્ચા કરવા માટે 2 કલાક સુધીનો સમય મળશે. રાહુલ ગાંધી આજે ચર્ચામાં બોલી શકે છે. જ્યારે પ્રિયંકા ગાંધી આવતીકાલે ચર્ચામાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ પ્રિયંકાનું પહેલું ભાષણ હશે. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષ વતી ચર્ચાની શરૂઆત કરશે. આ બે દિવસીય ચર્ચા માટે મોદીએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજનાથ સિંહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડાએ ભાગ લીધો હતો. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે.