January 18, 2025

ખ્યાતિ હોસ્પિટલને લઈ મોટા સમાચાર, અમદાવાદ એરપોર્ટ પરથી ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. દુબઈથી અમદાવાદ આવી રહેલા કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે, હવે મસમોટા ખુલાસા થઈ શકે છે.

મળતી માહિતી અનુસાર ખ્યાતિ હત્યાકાંડનો મુખ્ય આરોપી પૈકી એક કાર્તિક પટેલ છે. જેની અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપરડ કરી છે. કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી હતી. કાર્તિક હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કાર્તિક પટેલ ફરાર હતો. તેમજ ખ્યાતિકાંડ સમયે ઓસ્ટ્રેલિયામાં હતો જે બાદ તે દુબઈ ભાગી ગયો હતો.

આ પણ વાંચો: ભયંકર ઠંડી-ધુમ્મસ વચ્ચે ભારે વરસાદને લઈ આપ્યું એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

વધુમાં પોલીસે કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ તેની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જોકે, કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે, પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન કાર્તિક ખ્યાતિ હત્યાકાંડનો મુખ્ય આરોપી પૈકી એક છે…