December 28, 2024

મહેબૂબા મુફ્તીનો ગુલામ નબી આઝાદ સાથે સીધો મુકાબલો

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં ગુપકાર ગઠબંધન હવે પુરું થઈ ગયું છે. 2019માં બનેલા ગુપકાર ગઠબંધનના 2 પ્રમુખ દળ નેશનલ કોન્ફરન્સ અને PDP કાશ્મીરે ત્રણે લોકસભા બેઠક પર પોત પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. જેમાં PDP નિર્ણય કર્યો છેકે અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠકથી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ CM મહેબૂબા મુફ્તી ચૂંટણી લડશે. મહેબૂબા મુફ્તી આ પહેલા પણ અનંતનાગથી સાંસદ રહી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરના વધુ એક પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસથી અલગ થયેલા નેતા ગુલાબ નબી આઝાદ પણ અનંતનાગ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. PDPએ શ્રીનગરથી યુવા નેતા મોહમ્મદ વહીદ પારા અને બારામુલાથી બયાજ અહમદ ભટ્ટને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.

નેશનલ કોન્ફરન્સને દેખાડશે તાકાત
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, મને એ વાતનું દુખ છેકે નેશનલ કોન્ફરન્સ અમારી સાથે વાત કર્યા વિના તમામ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી. જેના કારણે પીડીપીના કાર્યકર્તાઓ નાખુશ થયા છે. આજ કારણે હવે હું નેશનલ કોન્ફરન્સને પોતાની તાકાત દેખાડશે. મહેબૂબા મુફ્તીએ અનંતનાગ અને રાજૌરી પુંઝના લોકોને કહ્યું કે, પીડીપીને મજબુત કરો અને જમ્મુ-કાશ્મીરના મુદ્દાને લોકસભામાં મજબૂત રીતે રજૂ કરવાની તક આપે.

આ પણ વાંચોઃ ફ્રીઝ અને ટીવીના બીલ કાઢી EDએ જમીન કૌભાંડના તાર જોડ્યાં

મહેબૂબાએ ફારૂક પર નિશાન સાધ્યું હતું
મુફ્તીએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અમારી પાસે ઉમેદવારો ઉભા કરવા અને ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી. તેમણે કહ્યું કે જ્યારે મુંબઈમાં ઈન્ડિયા બ્લોકની બેઠક થઈ ત્યારે મેં ત્યાં કહ્યું હતું કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમારા વરિષ્ઠ નેતા છે, તેઓ સીટ વહેંચણીનો નિર્ણય લેશે અને ન્યાય કરશે. મને આશા હતી કે તેઓ પક્ષના હિતોને બાજુ પર રાખશે.

આ ચૂંટણીમાં લોકો સમજી વિચારીને મત આપે
અબ્દુલ્લાએ કહ્યું કે, લોકો આ ચૂંટણીમાં સમજી વિચારીને મત આપે. આ ચૂંટણીમાં નિર્ણય મતદારોએ કરવાનું છે કે જેવી રીતે આપણને દગો આપવામાં આવ્યો અને અપમાનિત કરવામાં આવ્યું. જો કોઈ અન્ય માધ્યમથી નહીં તો હવે મતના માધ્યમથી તમારો અવાજ ઉઠાવો. આ શ્રીનગરના મતદાતાઓ માટે મોટી તક છે. મહત્વનું છેકે, અનંતનાગ-રાજૌરી બેઠક પર 7 મેના રોજ મતદાન થશે. જેની ગણતરી 7 જુનના થશે.