મહાકુંભમાં કાલે આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, ત્રિવેણી ઘાટ પર કરશે ગંગા આરતી

PM Modi Maha Kumbh Visit: PM નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે અને મા ગંગાની પૂજા-અર્ચના કરશે. પ્રયાગરાજમાં મહાકુંભ 13 જાન્યુઆરીથી 2025 શરૂ થયો છે. આ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આયોજન માનવામાં આવે છે, જેમાં વિશ્વભરના ભક્તો ભાગ લઈ રહ્યા છે. મહાકુંભ 26-ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે.

પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ

  • દિલ્હીમાં મતદાન દરમિયાન પીએમ મોદી કુંભની મુલાકાત લેશે.
  • પીએમ મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે અને સવારે 10:05 વાગ્યે પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટ પહોંચશે.
  • તેઓ સવારે 10:35 વાગ્યે એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા મહાકુંભ ક્ષેત્રમાં ડીપીએસ ગ્રાઉન્ડ સ્થિત હેલિપેડ પર ઉતરાણ કરશે.
  • વડાપ્રધાન મોદી 10:45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.
  • અરેલ ઘાટથી નિષાદ રાજ ક્રૂઝ પર સવાર થઈને તેઓ સંગમ ઘાટ પહોંચશે.
  • સંગમ ઘાટ પર ત્રિવેણીની ધારામાં તેઓ આસ્થાની ડુબકી લગાવશે.
  • ત્રિવેણી સ્નાન બાદ તેઓ માં ગંગાની પૂજા-અર્ચના કરશે.
  • સંગમ ઘાટ પર જ સંતો-મહંતોના તેઓ આશિર્વાદ લેશે.
  • ત્યારબાદ તેઓ અક્ષયવટમાં દર્શન કરશે.
  • અક્ષયવટ બાદ તેઓ સૂતેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરશે.
  • મહાકુંભ ક્ષેત્રથી નિકળીને DPS ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે, ત્યાંથી નવી દિલ્હી રવાના થશે.

પીએમ મોદીએ 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી
મોદી સરકાર ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન અને જાળવણી માટે સતત કામ કરી રહી છે. મોદી સરકારે યાત્રાધામો પર સુવિધાઓ વધારવા માટે સતત સક્રિય પગલાં લીધાં છે. આ પહેલા પીએમ મોદીએ 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે 5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નોંધનીય છે કે, પીએમ મોદી પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા મોટા નેતાઓ મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે.