July 2, 2024

બનાસકાંઠા: સાંસદ ગેનીબેનની સાસરી તરફ જતો રસ્તો બિસ્માર, લોકોને ભારે હાલાકી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા કેટલાક વિકાસના કામો થયા છે પરંતુ દિયોદર થી કોતરવાડા જતો માર્ગ છેલ્લા બે વર્ષથી બીસ્માર હાલતમાં છે ત્યારે ન્યુઝ કેપિટલની ટીમ આ માર્ગની રિયાલિટી ચેક કરવા પહોંચી હતી અને ત્યાં વાહન ચાલકોનું નિવેદન સામે આવ્યું કે બિસ્માર માર્ગને નથી તો તંત્ર રીપેર કરી રહ્યું અથવા તો નથી દિયોદરના ધારાસભ્ય પણ રસ દાખવી રહ્યા અને એનું કારણ એ પણ જાણવા મળ્યું છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ના સાસરા કોતરવાડા તરફ આ રસ્તો જાય છે.

દિયોદર થી કોતરવાડા સુધીનો 10 kmનો માર્ગ એકદમ બીસમાર હાલતમાં છે રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાંથી ચાલવું પણ મુશ્કેલી ભર્યું છે અને છેલ્લા બે વર્ષમાં આ રોડ પર અકસ્માત સર્જાયા છે ત્રણ લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે પરંતુ તંત્ર નથી તો ખાડા પૂરવાનું કામ કરતું કે નથી રોડને નવો બનાવવાની કામગીરી થતી ત્યારે લોકોનો તંત્ર સામે રોષ છે અને રોષ સાથે લોકો કહી રહ્યા છે કે દિયોદરનું તંત્ર અને ત્યાંના ધારાસભ્ય આ રોડ પ્રત્યે ઓર માયું વર્તન કરી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી આ રોડ પર હાલાકી છે 10 km નો કોતરવાડા જતો રોડ છે પરંતુ દિયોદરના ધારાસભ્ય દિયોદરના અન્ય રસ્તાઓની કામગીરી તો કરાવે છે પરંતુ આ રોડની કામગીરી કરાવતા નથી અને તેમાં વાત એવી છે કે દિયોદર થી કોતરવાડા તરફનો જે રોડ જાય છે તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના સાસરા તરફ જાય છે એટલે ધારાસભ્યને એમ કે કોંગ્રેસના સંસદને સુવિધા ન મળવી જોઈએ અને જેના માટે આ રોડ બિસ્માર્ક છે ધારાસભ્ય તો આ રોડને લઈને બોલવામાં માગતા જ નથી પરંતુ ચોક્કસ બાબત એ છે કે કોંગ્રેસ અને ભાજપના ગજગ્રાહમાં પ્રજાનો અત્યારે તો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે.