શું શુભમન ગિલે અભિષેક શર્માને લાત મારી હતી? વીડિયો આવ્યો સામે

IPL 2025 સિઝનની 51મી મેચ હાલમાં ચાહકોમાં ખૂબ ચર્ચાનો વિષય છે. જેનું મુખ્ય કારણ ગિલ છે. ગુજરાતની ટીમ હૈદરાબાદ સામેની મેચમાં 38 રનથી જીતી હતી. આ મેચમાં ગિલ 2 વાર અમ્પાયરના નિર્ણય પર સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. આ સમયનો દલીલ કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. આ પછી વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગિલ ભિષેક શર્માને લાત મારતો જોવા મળી રહ્યો છે.
Subman Gill and Abhishek Sharma Funny moments #Abhishek#GTvsSRH #Gill pic.twitter.com/dcahauyeO6
— The KALKI 🗡️ (@TheKalkispeaks) May 2, 2025
આ પણ વાંચો: આતંકવાદી હુમલા બાદ ભારતની વધુ એક કાર્યવાહી, બંદરો અને જહાજો માટે ભારતીય નૌકાદળે આપ્યો ઓર્ડર
ગિલનો ગુસ્સો અમ્પાયરના નિર્ણય પર
હૈદરાબાદની સામે ગુજરાતની ટીમનું સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. ગિલે 76 રન બનાવ્યા હતા. આ મેચમાં ગિલ રન આઉટ થયો ત્યારે થર્ડ અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. હૈદરાબાદની ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી તે સમયે 14મી ઓવરમાં ફરી બબાલ થઈ હતી. જેમાં અભિષેક શર્મા સામે LBW અપીલ પર DRS લીધા પછી, જ્યારે ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો હતો. ત્યારે ગિલનો ગુસ્સો અમ્પાયરના નિર્ણય અંગે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ બબાલ થયા પછી ગિલ ગિલ અભિષેક શર્મા તરફ ઝડપથી ચાલતો અને ટાઈમ આઉટ બ્રેક દરમિયાન મેદાન પર બેસીને પાણી પી રહ્યો હતો. આ સમયે તે હળવેથી લાત મારતો જોવા મળી રહ્યો હતો. ગિલના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે તે તેની મજાક કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું. ગિલ DRSના નિર્ણય અંગે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરી રહ્યો હતો, ત્યારે અભિષેકે જ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.