July 5, 2024

ડાયાબિટીસના દર્દીઓએ આજથી શરૂ કરે આ લોટની રોટલી…

Diabetics Tips: આજના સમયમાં ડાયાબિટીસ એક કોમન બિમારી બની ગઈ છે. દેશમાં સતત ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. ભારત દુનિયાના ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ટોપ નંબર પર છે. આ બિમારીમાં દર્દીના શરીરમાં ઈન્સુલિન હોર્મોનનું ઉત્પાદન સરખી રીતે નથી થઈ શક્તુ. આથી લોહીમાં શુગરનું લેવલ મેઈન્ટેઈન નથી રહી શક્તું. જેના કારણે લોહીમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ ડાયાબિટીસની બિમારી હોય તો તમારે રુટીનમાં કંઈક ખાસ પ્રકારની રોટલી ખાવાનું શરૂ કરવું જોઈએ

રાગીના લોટની રોટલી
રાગીને સુપરફૂડ કહેવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે. જેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવું જોઈએ, તેના કારણે શરીરમાં ઈન્સુલિનનું ઉત્પાદન થાય છે. જેનાથી બ્લટમાં શુગર લેવલ કંટ્રેલમાં રહે છે.

બાજરાના રોટલા
ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરાના લોટની રોટલી કે રોટલા ખાવા જોઈએ. જે ખુબ જ ફાયદાકારક રહે છે. બાજરામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સની માત્રા વધુ હોય છે. જેમાં શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. આ સાથે વજનને મેનેજમેન્ટમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે.

જુવારની રોટલી
જુવારમાં ખુબ જ માત્રામાં ફાઈબર રહેલા છે. તેના કારણે ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું પ્રમાણ પર ઓછું થાય છે. જો શુગર લેવલને કંટ્રેલ કરવામાં મદદ કરે છે. જુવાર એક મોટા અનાજમાં ગણાય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.