શિવજીને કંદમૂળ થયું લુપ્ત, ખેડૂતો નથી કરી રહ્યા ખેતી

Navsari News: મહાશિવરાત્રી અને પિંડી કંદમૂળ એ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને કંદમૂળમાં પીંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે. આ પીંડી કંદમૂળ માત્ર શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખેલા શ્રધાળુઓ આરોગે છે. લુપ્ત થતા આવો ખેતીને ગણદેવીના ખેડૂતો સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિવરાત્રીના દિવસે આરોગવામાં આવે છે
લુપ્ત થતા વારસાને જાળવી રાખવાની પરંપરા હજી સુધી યથાવત છે. એમાં પણ ખાસ કરીને જૂના ફળફળાદીને સાચવી અને આવનારી પેઢીને એનું મહત્વ સમજાવવાના પ્રયાસો ગણદેવી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે. આજે વાત કરીશું એક એવા કંદમૂળની જે માત્ર શિવરાત્રીના દિવસે આરોગવામાં આવે છે. જેને ઉગાડવામાં આઠ મહિનાથી વધુનો સમય થાય છે. પિંડી વર્ષમાં એક વાર થતો એવો પાક છે કે જેને ઉગાડવામાં આઠ મહિનાનો સમય લાગે છે. આ કંદમૂળ શિવરાત્રીના દિવસે આ રોગવામાં આવે અને એ દિવસે એનું અનેરો મહત્વ પણ છે. એક દંત કથા અનુસાર આ કંદમૂળ પીંડી શિવજી મહાશિવરાત્રીના દિવસે આરોગતા હતા, ત્યારથી આ પીંડી જગ પ્રસિધ્ધ થઇ અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખનારા શિવ સાધક આરોગે છે. જે આજે પણ ગણદેવી તાલુકાએ જીવંત રાખી છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ વધુ એક ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા
અન્ય ખેડૂતો પિંડીની ખેતી છોડી રહ્યા
સમય જતા આધુનિક ખેતી તરફ ફરતા ખેડૂતો હવે પીંડીની ખેતી તરફ ઓછા વડી રહ્યા છે. જેને કારણે હવે આ પીંડીની ખેતી લુપ્ત થવાને આરે આવી છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં હજી પણ કેટલાક ખેડૂતો જૂની અને પરંપરાગત રીતે પિંડીની ખેતી કરે છે. પિંડી જમીનની નીચે દોડથી બે ફૂટ જેટલી ઉગે છે અને એને તૈયાર થવામાં ખેડૂતોને આઠથી નવ મહિનાનો સમય લાગે છે. વધુ પડતી મહેનત થવાના કારણે અન્ય ખેડૂતો પિંડીની ખેતી છોડી રહ્યા છે. આ વખતે ભાવોની જો વાત કરવામાં આવે તો અંદાજિત 3500 રૂપિયા મળનો ભાવ ખેડૂતો ભીંડીનો મળે એવી આશા સેવી રહ્યા છે.