સાબરકાંઠાના નાના અંબાજી મંદિરમાં માઈભક્તે 5 કિલો 800 ગ્રામ ચાંદી કરી અર્પણ

સાબરકાંઠા: સાબરકાંઠાના નાના અંબાજી મંદિરમાં માઈભક્તે 5 કિલો 800 ગ્રામ ચાંદી ચડાવી છે. 5 લાખથી વધુની ચાંદી માતાજીને અર્પણ કરી હતી. દીકરાનો જન્મ થતા પરિવારે ચાંદીમાં દીકરાને તોલી પરિવારે અંબિકા માતાના મંદિરે માનતા કરી પૂર્ણ હતી.
માંડીસરા પરિવાર તરફથી માગશર વદ સાતમના દિવસે નવચંડી યજ્ઞ યોજાય છે. મંદીર પરિસરમાં છેલ્લાં 20 વર્ષથી પરીવાર દ્વારા નવચંડી યજ્ઞ યોજાય છે. લીંબડી ગામનાં મુકેશ માંડેસરા દ્વારા પોતાના પૌત્રના જન્મને લઈ ચાંદીમાં તોલયો હતો. 5 કિલો 800 ગ્રામ ચાંદીમાં પૌત્રના વજન જેટલી ચાંદી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી.