July 4, 2024

અયોધ્યાના વિકાસથી ભારતને ફાયદો જ ફાયદો…

આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દેશના વડાપ્રધાનથી લઈને દેશ વિદેશના અનેક મહાનુભવો આ કાર્યક્રમામાં હાજરી આપશે. જે બાદ ભવ્ય રામ મંદિરને દેશના લોકોને સમર્પિત કરવામાં આવશે. એક રીતે જોવા જઈએ તો આ એક માત્ર મંદિર છે. આપણા દેશમાં આવા લાખો મંદિરો હાલ અસ્તિત્વમાં છે, પરુંત તેને આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એક આખા પ્રદેશની કાયા પલટ કરી શકે તેટલી તેનામાં તાકાત છે. એસબીઆઈના એક રિપોર્ટ અનુસારા ઉત્તરપ્રદેશમાં રામ મંદિર આવ્યા બાદ દર વર્ષે 25 હજાર કરોડ રુપિયાની એક્સ્ટ્રા ઈન્કમ થશે. આ ઉપરાંત રામ મંદિર અને અયોધ્યાના મેકઓવરના કારણે ભારતીય પર્યટકોની સંખ્યામાં વધારો થશે. જેના કારણે 5 કરોડથી પણ વધારેનો નફો થઈ શકે છે.વિદેશી કંપની બ્રોકરેડ ફર્મ જેફરીજના એક રિપોર્ટ અનુસાર રામ મંદિરના ઉદ્દઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. રામ મંદિરના કારણે ભારતમાં એક નવા પર્યટન સ્થળ ઊભુ થશે. જેના કારણે દેશમાં નવા 50 મિલિયન એટલે કે 5 કરોડથી પણ વધારે રોકડ ઊભી થશે. અયોધ્યાને વિકસિત બનાવવા માટે લગભગ 10 મિલિયન ડોલર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, ટાઉનશિપ અને સારા રસ્તાઓ બનાવવા પર ફોક્સ કરવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર અયોધ્યામાં ભારતના તમામા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષવા માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેના ધ્યાનમાં રાખીને જ ટેમ્પલેટ તૈયાર થઈ રહ્યું છે. 10 બિલિયન ડોલકના મેકઓવર સાથે એક પ્રાચીન શહેરને વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક ટૂરિઝમ હોટસ્પોટમાં બદલવા માટે તૈયાર છે. નવું રામ મંદિર 225 મિલિયન ડોલરમાં બની રહ્યું છે. પ્રવાસીયોને પ્રોત્સાહિત કરવા માટે હોટલ, એરલાઈન્સ, એફએમસીજી અને સિમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આયોધ્યામાં નવો એરપોર્ટ પણ બનીને તૈયાર છે. પહેલા ફેઝનું કામ 175 મિલિયન ડોલરમાં પુરો કરવામાં આવ્યો છે. જે 10 લાખ પેસેન્જરની કેપેસીટિ ધરાવે છે. 2025 સુધીમાં 60 લાખ પેસેન્જરની ક્ષમતા ધરાવતું એરપોર્ટ તૈયાર થઈ જશે. બીજી તરફ 1200 એકરમાં ગ્રીનફીલ્ડ ટાઉનશિપની યોજના પર બનવા જઈ રહી છે. જેના કારણે રસ્તાઓને કનેક્ટિવિટીમાં વધારો કરવામાં આવશે.