દ્વારકાના મૂળવેલ ગામે આચાર્ય નશામાં ધૂત, ગ્રામજનોએ વીડિયો વાયરલ કર્યો
દ્વારકાઃ જિલ્લાના મૂળવેલ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. શિક્ષણનું મંદિર ગણાતી એવી શાળાના સર્વોચ્ચ અધિકારી જોઆ પ્રકારે નશામાં ધૂત થશે તો બાળકોના ભવિષ્યનું શું થશે, તેવા અનેક સવાલ ઉભા થયા છે.
આચાર્ય શાળામાં ફરજ પર હતા ત્યારે નશાની હાલતમાં જોવા મળ્યા હતા. આચાર્યનું નામ રાયમલભા સુમણીયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલાની જાણ થતાં જ ઘટનાસ્થળએ પહોંચી ગઈ હતી અને નશામાં ધૂત આચાર્યની ધરપકડ કરી હતી.
ઓખા પોલીસને આ ઘટનાની જાણ થતા આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શાળામાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે શાળામાં વાલીઓ અને સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.