December 22, 2024

દ્વારકામાં વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતો ચિંતામાં

દ્વારકાઃ જિલ્લામાં મેઘરાજાની લાંબી ઈનિંગ રમશે તેવું લાગી રહ્યું છે. વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં જામ રાવલમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. સવારમાં મેઘરાજાની પધરામણી થતા રસ્તામાં પાણી વહેતા થયા છે. જામ રાવલમાં સવારમાં જ મેઘરાજા આવી પહોંચ્યા છે. ધમાકેદાર વરસાદ ચાલુ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કલ્યાણપુરના જામરાવલ ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. છેલ્લા બે કલાકમાં સાડા ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતરોમાં વાવેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.