January 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ ગેરકાયદેસર દબાણથી મુક્ત

Dwarka: દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. 7 ટાપુઓ પર ગેરકાયદે દબાણોને સંપૂર્ણપણે હટાવવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા , ધોરીયો ,ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીનીને ફી ભરવા માટે દબાણ કર્યું તો કરી લીધો આપધાત

15 જેટલા ગેરકાયદેસર બાંધકામો
દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દુર કરવામાં આવ્યા છે. આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા ? તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.