February 22, 2025

મેં એકપણ રૂપિયો લીધો નથી… ડ્રાઈવર અને કાર પર હુમલા અંગે દેવાયત ખવડે આપ્યું નિવેદન

Gujarat: ડ્રાઈવર અને કાર પર હુમલા અંગે દેવાયત ખવડે નિવેદન આપ્યું છે. દેવાયત ખવડે એક દિવસે 2 જગ્યાના ડાયરાની વાત ફગાવી છે. તેમણે જણાવ્યું છે કે, કેટલાક લોકો વાતો કરી રહ્યા છે કે બે જગ્યાએ ડાયરા લઈ એક જગ્યાએ હાજરી ન આપી પણ આ વાત ખોટી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ રહી છે. પોલીસ દ્વારા ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને દેવાયત ખવડે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો વાતો કરી રહ્યા છે કે બે જગ્યાએ ડાયરા લઈ એક જગ્યાએ હાજરી ન આપી પણ આ વાત ખોટી છે. સનાથલના ડાયરામાં 8થી 9.30 વાગ્યા સુધી હાજરી આપી હતી. આયોજકની રજા લઈને બીજા પ્રોગ્રામમાં ગયો હતો. પ્રોગ્રામ માટે કોઈ પૈસા નહોતા લીધા અને મને ખબર છે કે ક્યાં પૈસા લેવા ન ક્યાં ન લેવા.

આ પણ વાંચો: સુરતના રામનગરમાંથી ઝડપાયું ડ્રગ્સ, મહિલા સહિત 4 આરોપીને પોલીસે ઝડપ્યા

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન હતું. પરંતુ દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા નહીં. માટે તેઓ ડાયરામાં હાજર નહીં રહેતા હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.