December 26, 2024

ડેસ્ક પર જોબ કરો છો? ફિટ રહેવા આ 5 ટિપ્સ અનુસરો

Desk Job: જો તમે કલાકો સુધી ડેસ્ક પર કામ કરો છો? શું તમારે આખો દિવસ ખુરશી પર બેસીને વર્ક હોય છે? તો આજે જ ચેતી જ્જો. જો તમે આવી રીતે સતત કાર્ય કરતા રહેશો તો તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન થઈ શકે છે. તે સમસ્યાનો સામનો ના કરવો હોય તો તમને આજે અમે 5 ટિપ્સ જણાવીશું.

મીટિંગમાં જાઓ
જો તમે મીટીંગ અટેન કરો છો અને તે ઓનલાઈન છે તો તે મીટીંગને તમારા ફોનમાં અટેન કરો. જે બાદ સતત ચાલતા ચાલતા આ મીટીંગને અટેન કરો. જેના કારણે તમારુ કામ પણ અટકશે નહીં અને તમે શારીરિક રીતે પણ એક્ટિવ રહેશો.

કામ વચ્ચે વિરામ
આખો દિવસ તમારે કામ હોય છે જેના કારણે તમે વિરામ લેવાનું વિચારતા નથી. સતત કામ કરવાના કારણે અને સતત ખુરશી પર બેસવાના કારણે તમને ઘણુ નુકસાન થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે દિવસ દરમિયાન ખાવા માટે બ્રેક લઈને ચોક્કસ નિકળવાનું રાખો. જો તમે થોડો પણ વિરામ લેતા નથી તો તેના કારણે તમને બ્લડ પ્રેશરને અસર થાય છે. પીઠનો દુખાવો અને ગરદનનો દુખાવો થઈ શકે છે. કામ કરતા વિરામ લેવાનું રાખો. જેના કારણે તમારા સ્નાયુઓને આરામ રહેશે.

 આ પણ વાંચો: ઘીની મદદથી આ રીતે બનાવો ક્રીમ, રાતોરાત ચહેરામાં આવશે નિખાર

ચાલવાની આદત પાડો
ઓફિસેથી ઘરે આવતી વખતે થોડો સમય ચાલવાનું રાખો. જો તમને સમય મળતો હોય તો વ્યાયામ કરવાનું રાખો. જો કસરત કરવાનો સમય પણ નથી મળતો તો તમારે સવાર-સાંજ ચાલવું જોઈએ અથવા તમે દોડવાનું રાખો. જેના કારણે તમારા સ્નાયુઓને આરામ રહેશે. મહત્વની અને ખાસ વાત એ છે કે જે લોકો ડેસ્ક પર નોકરી કરે છે તેના માટે કસરત કરવી જરૂરી છે. કારણ કે કસરતના કારણે તમ માનસિક અને શારીરિક રીતે ફિટ રહેશો. થોડો પણ સમય કાઢીને તમારે કસરત કરવી જોઈએ.