આજે બપોરે ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવશે, 33 ગુજરાતીઓ પણ સામેલ

Deportation: દુનિયાભરના હજારો લોકો પર ટ્રમ્પ સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વસવાટ કરી રહેલા લોકોને તેના વતનમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં 104 ભારતીય ઘુસણખોરોનું નામ સામેલ છે. આજે બપોરે ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવશે. ખાસ વાત તો એ છે કે તેમાં 33 ગુજરાતીઓ પણ છે. તમને જણાવી દઈએ કે આ ગુજરાતીએ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓ છે.

આ પણ વાંચો: બોપલમાં કનકપુર જવેલર્સમાં બંદુકની અણીએ 73 લાખના લૂંટ કેસમાં આવ્યો નવો વળાંક

33 ગુજરાતી વતન આવશે
104 ભારતીયો આજે ભારત આવશે. જેમાં 33 ગુજરાતીઓ છે. જેમાં સૌથી વધારે ગાંધીનગર અને મહેસાણા, સુરત, અમદાવાદના લોકો હોવાનું સામે આવ્યું છે. વડોદરા, ખેડા અને પાટણના લોકો પણ છે. મહેસાણાના હિરલબેન અને જયેન્દ્રસિંહ, મહેસાણાના પિન્ટુ પ્રજાપતિ, ગાંધીનગરના પ્રેક્ષા પ્રજાપતિ, ગાંધીનગરનાબળદેવ ચૌધરી, માણસાના રુચિ ચૌધરી, સુરતના કેતુલ પટેલ, સુરતના મંત્ર પટેલ, સુરતના કિરણ પટેલ, ગાંધીનગરના કેતુલ દરજી, મહેસાણાના એશા પટેલ, મહેસાણાના શિવાની ગૌસ્વામી, મહેસાણાના નિકિતા પટેલ, કડીના બીના અને જયેશ રામી, મહેસાણાના હાર્દિક ગોસ્વામી અને મહેસાણાના હીમાની ગોસ્વામીની અમેરિકન સરકારે હકાલપટ્ટી કરી છે.