December 26, 2024

દિલ્હીથી શિલોંગ જઈ રહેલ વિમાનનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ, 80 મુસાફરો સુરક્ષિત

Delhi: દિલ્હીથી શિલોંગ જઈ રહેલા પ્લેનનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન એસજી 2950માં લગભગ 80 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. વિન્ડસ્ક્રીનમાં તિરાડ પડતાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, વિમાનની વિન્ડસ્ક્રીનમાં હવામાં તિરાડ પડી હતી. જેના પછી તેને પટના એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. પટનાના જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે લગભગ 9 વાગ્યે પ્લેન લેન્ડ થયું હતું. હાલ ટેક્નિકલ ટીમ ફ્લાઈટની તપાસ કરી રહી છે.

ફ્લાઇટ દિલ્હીથી સવારે 7.03 કલાકે ઉપડી હતી
મળતી માહિતી મુજબ શિલોંગ જતી આ ફ્લાઈટ સવારે 7.03 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થઈ હતી. 10.02 વાગ્યે શિલોંગ પહોંચવાનું હતું. પરંતુ પાયલોટે વિન્ડસ્ક્રીનમાં તિરાડ જોયુ. જ્યારે પાયલોટે આ જોયું તો વિમાન પટનાથી પસાર થઈ રહ્યું હતું. આ પછી પાયલટે ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી.

આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, આગામી 48 કલાકમાં કેવું રહેશે હવામાન?

પ્લેનને ટેક ઓફ કરવામાં થોડો સમય લાગશે
એરપોર્ટ અધિકારીઓએ આ માટે પરવાનગી આપી હતી. આ પછી પ્લેનનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનને ટેક ઓફ કરવામાં થોડો સમય લાગશે. વિન્ડસ્ક્રીન બદલવામાં આવશે. સાથે જ ટેકઓફ માટે ડીજીસીએ પાસેથી પણ પરવાનગી લેવી પડશે. આ પછી આ પ્લેન શિલોંગ જશે.