મોદી સરકારની સ્કીમ પર દિલ્હી HCનો મોટો આદેશ, દિલ્હીમાં પણ લાગુ કરો, 12 દિવસનો આપ્યો સમય
Delhi Ayushman Yojana: દિલ્હી હાઈકોર્ટે રાજધાનીમાં PM-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) યોજના લાગુ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દિલ્હી સરકાર અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે 5 જાન્યુઆરી, 2025 સુધીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવા જણાવ્યું છે. લાઈવ લો રિપોર્ટ અનુસાર, જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ યોજનાને સંપૂર્ણ રીતે લાગુ કરવી પડશે જેથી કરીને દિલ્હીના લોકો આ યોજના હેઠળ ઉપલબ્ધ ફંડ અને સુવિધાઓથી વંચિત ન રહે.
#WATCH दिल्ली: भाजपा सांसद बांसुरी स्वराज ने कहा, "मैं दिल्ली हाई कोर्ट का आभार और अभिनंदन करती हूं… अरविंद केजरीवाल ने द्वेष की राजनीति के कारण दिल्ली वासियों को 'PM-ABHIM' योजना से वंचित रखा है… जहां AAP विकास विरोधी हो रही है… वहां हाई कोर्ट जनता के हितैषी और हितचिंतक की… pic.twitter.com/KCOLL3bEXa
— ANI_HindiNews (@AHindinews) December 27, 2024
24 ડિસેમ્બરના આદેશમાં કોર્ટે કહ્યું કે જો આ દરમિયાન દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ જાય તો પણ MOU પર હસ્તાક્ષર કરવા પડશે, કારણ કે તે દિલ્હીના નાગરિકોના લાભ માટે છે. કોર્ટે કહ્યું કે જ્યારે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેને લાગુ કરી ચૂક્યા છે ત્યારે દિલ્હીમાં આવું ન કરવું યોગ્ય નથી. કોર્ટે 12 દિવસનો સમય આપ્યો હતો અને 5 જાન્યુઆરી સુધીમાં એમઓયુ પર સહી કરવાનું કહ્યું હતું. આ એમઓયુને આગામી સુનાવણીના દિવસે રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
સરકારી હોસ્પિટલોમાં ICU બેડ અને વેન્ટિલેટરની સુવિધા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. ફેબ્રુઆરીમાં, ડૉ. એસ.કે. સરીન સમિતિની રચના કરવામાં આવી હતી, જે દિલ્હી સરકાર અને MCDને અન્ય હોસ્પિટલોમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની સલાહ આપવાનું હતું. બેન્ચે અગાઉ દિલ્હી સરકારને રાજધાનીની તમામ હોસ્પિટલોમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
બીજેપી સાંસદ બંસુરી સ્વરાજે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાઈકોર્ટનો આભાર માનતા કહ્યું કે, PM-ABHIM સ્કીમની જાહેરાત ફેબ્રુઆરી 2021માં કરવામાં આવી હતી અને તે જ વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મોદી સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પૈસા આપે છે. મોદી સરકારે દિલ્હી માટે 2406.77 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ દિલ્હીમાં 1139 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો બનાવવાના હતા. 11 જિલ્લા સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ બાંધવાની હતી, 9 ક્રિટિકલ કેર બ્લોક્સ બાંધવાના હતા જેમાં 950 બેડ હશે. દરેક જિલ્લા હોસ્પિટલમાં 400 બેડના ક્રિટિકલ કેર બ્લોક્સ બનાવવાના હતા. દરેક સરકારી જિલ્લા હોસ્પિટલમાં 50 બેડવાળા પાંચ બ્લોક બનાવવાના હતા.
સાંસદે કહ્યું, ‘કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે એક MOU કરવામાં આવ્યો છે, મોદી સરકાર દ્વારા દિલ્હી સરકાર માટે 2400 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. પરંતુ નફરતની રાજનીતિને કારણે કેજરીવાલ સરકારે ન તો એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, ન પૈસા લીધા, ન તો હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યું. દિલ્હીના વિકાસમાં અવરોધ ઊભો કર્યો.