દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડ રૂપિયાનું થયું નુકસાન, વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ

CAG report: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન રજૂ કરાયેલી દારૂ નીતિ અંગે CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખુલાસો થયો કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફાર કરવાથી 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: Champions Trophy 2025 સેમિફાઇનલમાં ભારત કઈ ટીમ સામે રમશે? જાણો તમામ માહિતી
દારૂ કૌભાંડ અંગે CAG રિપોર્ટમાં શું છે?
- ઝોનલ લાઇસન્સ આપવામાં છૂટછાટને કારણે લગભગ 940 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
- કેટલાક દારૂના રિટેલરો પોલિસી સમાપ્ત થાય ત્યાં સુધી લાઇસન્સ રાખતા રહ્યા.
- રિટેન્ડર પ્રક્રિયાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
- આમ આદમી પાર્ટી સરકારની નવી દારૂ નીતિને કારણે લગભગ 2,002 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.