February 6, 2025

દિલ્હીમાં AAPને ફટકો, એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં પણ ભાજપ સરકારનું અનુમાન

Delhi Election: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. હવે મતગણતરી પહેલા એક્સિસ માય ઇન્ડિયાએ એક્ઝિટ પોલના આંકડા જાહેર કર્યા છે. એક્સિસ માય ઇન્ડિયાના હિસાબે ભાજપને 45થી 55 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને 15થી 25 બેઠકો મળવાની શક્યતા છે. કોંગ્રેસને 0થી 1 બેઠક મળી શકે છે અને અન્યને 1થી 1 બેઠક મળી શકે છે.

દિલ્હી માટે શું સમીકરણો છે?
દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે. આ માટે 699 ઉમેદવારો મેદાનમાં છે. અહીં 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક જ તબક્કામાં બધી બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના પ્રવેશ વર્મા પણ ઉમેદવાર છે. બીજી તરફ વર્તમાન મુખ્યમંત્રી આતિશી માર્લેના ગયા વખતની જેમ આ વખતે પણ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર ભાજપ તરફથી રમેશ બિધુરી તેમને પડકાર આપી રહ્યા છે.