દિલ્હીએ 4 ઓવર બાકી રાખીને હૈદરાબાદને આપી માત, ડુ પ્લેસિસે ફટકારી ફિફ્ટી

IPL 2025: આઈપીએલની 18મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મેચ હતી જેમાં 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. હૈદરાબાદની ટીમે દિલ્હીની ટીમને 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીની ટીમે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. દિલ્હીની ટીમ તરફથી બોલર અને બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને આવ્યું અપડેટ, MIના મુખ્ય કોચે આપી માહિતી
દિલ્હીના ખેલાડીઓનું દમદાર પ્રદર્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 10મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. હૈદરાબાદના બેટ્સમેનની સાથે બોલરો પણ ફ્લોપ રહ્યો હતો. 18.4 ઓવરમાં હૈદરાબાદની ટીમે 163 રન જ બનાવ્યા હતા. SRH માટે અનિકેત વર્માએ 74 રન બનાવ્યા જ્યારે હેનરિક ક્લાસેને 32 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમમાંથી મિશેલ સ્ટાર્કે 5 વિકેટ અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. ફાફ ડુ પ્લેસિસે 50 રન બનાવ્યા છે.